સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમે ચાંદોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર ના આસોદરા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમનેઝડપી પાડી પ્રોહીબીશન એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગત અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલના અ.હે.કોમૂળજીભાઈ સૂરજીભાઈ તેમજ ઉપેન્દ્રસિંહ રમણભાઈ વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં ફરજ પર હતા દરમિયાન બાતમીદાર દ્વારાચાંદોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર ના આસોદરા ગામે ભારતીય બનાવટના વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની પાક્કી બાતમી મળી હતી જે આધારે જરૂરી પંચોને સાથે રાખી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ આસોદર ગામે પહોંચતા બાતમી મુજબ નો ઈસમ સુરેશ રણછોડભાઈ તડવી ગામના ભાથીજી મંદિરેથી મળી આવ્યો હતો
જેની કડકાઈથી પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યામુજબ ના આસોદરા ગામ માં આવેલા સર્વે નંબર 246/1 તથા 246/2 વાળા ખેતર માં આવેલ કોતર ની અંદર ઝાડી ઝાંખરામાંસંતાડેલો ભારતીય બનાવટની વિદેશી દારૂ મળી આવ્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મેજીક મોમેન્ટ, રોયલ સ્ટેગ, મેકડોવેલનં 1 જેવી વિવિધ બ્રાન્ડ ની ભારતીય બનાવટ ની પરપ્રાંતની દારૂ ની બોટલ નંગ 64 કિંમત 23,810, મોબાઈલ નંગ 1 કિંમત5000 તેમજ અંગજડતી ની રોકડ રકમ 2300 મળી કુલ 31,110 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપી સુરેશ રણછોડભાઈ તડવી ને ચાંદોદ પોલીસ ને હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે