વડોદરાના ડભોઇ ડોકટર સેલ ભાજપ અને મહિલા મોરચા દ્વારા પક્ષ તરફ થી મળેલ આદેશ મુજબ સગર્ભા સોનોગ્રાફી કેમ્પડભોઇ શિનોર ચોકડી પ્રાઈમ ઈમેજીન સેન્ટર ખાતે યોજવામાં આવ્યો હતો સરકાર દ્વારા કુપોષિત બાળક રાજ્ય મા ના જન્મે તેમાટે હાથ ધરેલ મોહિમ અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો જેમા 30 જેટલી સગર્ભા એ વિનામૂલ્યે સોનોગ્રાફી કરાવી હતી.ડભોઇ શિનોર ચાર રસ્તા પાસે આવેલ પ્રાઈમ ઈમેજીન સેન્ટર ખાતે ડો.કોનાર્ક સરવૈયા ના સાહિયોગ થી ડભોઇ ભાજપ ડોકટર સેલ તેમજ મહિલા મોરચા દ્વારા રાજ્ય સરકાર સુપોષણ અભિયાન અંતર્ગત સગર્ભા સોનોગ્રાફી કેમ્પ યોજવા મા આવ્યો હતો
ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્ય મા એક પણ બાળક કુ પોશીત ન જન્મે તેની તકેદારી ના ભાગ રૂપ સમગ્ર રાજ્ય મા સગર્ભાસોનોગ્રાફી કેમ્પ યોજી આશરે 30000 સગર્ભા ની સોનોગ્રાફી કરાવી રિપોર્ટ તૈયાર કરવા મોહિમ હાથ ધરવા મા આવી છે ત્યારેડભોઇ ડોકટર સેલ ના ડો.રોમીલ શાહ, ડો.હર્ષિત પટેલ,ડો.કિંજલ પટેલ તેમજ મહિલા મોરચા ના છાયાબેન ગુપ્તા, સુકીર્તિબેનતડવી, ને હીનાબેન ભટ્ટ દ્વારા સોનોગ્રાફી કેમ્પ નું આયોજન ડો કોનાર્ક સરવૈયા પ્રાઈમ ઈમેજીન સેન્ટર ખાતે રાખવા મા આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા મહામંત્રી ડો.બિ.જે બ્રહ્મભટ્ટ, પ્રદેશ કારોબારી સભ્ય શશિકાન્તભાઈ પટેલ, શહેર મહામંત્રી અમિતભાઇ સોલંકી હાજર રહ્યા હતા આશરે 30 જેટલી સગર્ભા આ કેમ્પ નો લાભ લીધો હતો.