મહિલાઓ સશક્ત બને તેવા હેતુ સાથે સુરક્ષા સેતુ અભિયાન અંતર્ગત વડોદરા શહેરના પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે વડોદરા શહેર પોલીસ દ્વારા સી ટીમના સહયોગથી મહિલાઓ માટે રાઇફલ શુટિંગ ટ્રેનીંગનું આયોજન કરાયું છે. જેમા 7 દિવસ સુધી બેચ પ્રમાણે મહિલાઓને રાઇફલ શુટિંગની ટ્રેનીંગ આપવામા આવે છે. જેમાં ટ્રેનીંગ બાદ તેઓની પરીક્ષા લઈ તેઓને પરિણામ પણ આપવામા આવે છે.હાલ આ રાઇફલ શુટિંગની ટ્રેનિંગની 10 બેચ પુર્ણ થઇ ચુકી છે. જેમા 539 જેટલી મહિલાઓએ રાઇફલ શુટિંગની ટ્રેનિંગ લીધી છે.
અને હાલ 11મી બેચ ચાલી રહિ છે. જોકે નોકરિયાત મહિલાઓ પણ આ તાલીમનો લાભ લઈ શકે તે માટે ખાસ વિકએન્ડ બેચનુ પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમા નોકરી કરતી મહિલાઓ વિકએન્ડ દરમ્યાન રાઇફલ શુટિંગની તાલીમ સરળતાથી લઈ શકે. તાલીમબદ્ધ રીતે મહિલાઓને તાલીમ આપવામાં આવી રહી છે.
