ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા નવલખીના મેદાનમાં શક્તિમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ મેળામાં 140જેટલા સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે.જેમાં મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુનું વેચાણ થઇ રહ્યું છે.જેમાં ગુજરાતભરના સખીમંડળની બહેનો પોતાના ઘરે બનાવેલી વસ્તુઓ અદ્દભૂત છે. કરકસર એ ગુજરાતીઓની ઘણી પૈકીની એક વિશેષ ઓળખ છે. કમાયેલાપૈસાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનો ગુજરાતીઓનો સહજ સ્વભાવ છે.એટલે જ સસ્તી અને સારી વસ્તુની ખરીદી કરવી એ આ મહાજાતિની આદત છે.આ આદતનો પોષણ આવે એવી એક તક વડોદરા પાસે આવી પડી છે.શહેરના નવલખી મેદાનમાં ચાલી રહેલા શક્તિ મેળામાં એકદમ સસ્તી અને ટકાઉ ઘરવખરી વસ્તુઓ મળી છે
એ મેળામાં એક લટાર મારો તો તમને ખ્યાલ આવ્યા વિના રહેનહી કે સામાન્ય રીતે મોલ્સમાં મળતી વસ્તુના ભાવની સાપેક્ષે શક્તિ મેળામાં 60 ટકા જેટલી ઓછી કિંમતે મળી રહી છે.ગુજરાતમહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા નવલખીના મેદાનમાં શક્તિમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ મેળામાં 140 જેટલા
સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે. જેમાં મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુનું વેચાણ થઇ રહ્યું છે.જેમાં ગુજરાતભરના સખી મંડળનીબહેનો પોતાના ઘરે બનાવેલી વસ્તુઓ અદ્દભૂત છે.મહિલાઓ દ્વારા ઉત્પાદિત શરબત, અથાણા, પાપડ, મુખવાસ, મસાલા પણજોરદાર છે.જંગલમાં રખડીને લાવવામાં આવેલી વિવિધ ઔષધિઓ, ઓસડિયા પણ આ મેળામાં મહિલાઓ વેંચી રહી છે.સાથે કયા દર્દીમાં કયા ઔષધ, કેવી રીતે લેવું એ બાબત આ આદિવાસી મહિલાઓ શીખવી રહી છે.