આઈસીએસઆઈ વડોદરા ચેપ્ટર અને ડબલ્યુઆઇઆરસી દ્વારા LLP અમેન્ડમેન્ટ એક્ટ અનેવેલ્યુએશન વિષય પર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પરિસંવાદમાં મુખ્ય મહેમાનતરીકે આઇસીએસઆઈ ના પ્રમુખ સી.એસદેવેન્દ્ર દેશપાંડે, ડબલ્યુઆઇઆરસીના ચેરમેન રાજેશતારપરા,આશિષ કરોડિયા,વડોદરા ચેપ્ટરના સીએસ ગોપાલ શાહ સહિત ચેપ્ટરના હોદ્દેદારો અને સભ્યોહાજર રહ્યા હતા. વડોદરામાં એલએલપી એમેન્ડમેન્ટ એક્ટ અને વલ્યુએશન વિષય ઉપર યોજાયેલપરિસંવાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં દેવેન્દ્ર દેશપાંડેએ જણાવ્યું હતું કે દેશમાં ચાર રિજીયન અને72 ચેપ્ટર કામ કરે છે. એલએલપી એમેન્ડમેન્ટ વિશે પરિસંવાદમાં ચર્ચા વિચારણા કરવાની સાથે સૂચનો એકત્ર કરવામાં આવ્યા છે.દેશમાં કંપનીઓ સાથેના સાડા ચાર કરોડ કેસો પેન્ડીંગ છે.
તેના નિરાકરણ માટેમધ્યસ્થી અને આર્ટીશન દ્વારા નિવેડો લાવવા માટે સંસ્થા દ્વારા સરકાર સાથે ચર્ચા વિચારણા કરવામાંઆવી રહી છે.ન્યુ એજ્યુકેશન પોલીસી 2023 થી અમલમાં આવનાર છે.તેમાં સ્કીલ ડેવલપમેન્ટ ઉપરવધારે ભાર મુકવામાં આવ્યો છે.ત્યારે તે મુજબ અભ્યાસક્રમ ચેન્જ કરવામાં આવશે. કોવિડના
સમયગાળામાં પણ તમામ પરીક્ષા સમયસર યોજવામાં આવી હતી.યુજીસી સાથે પણ સતત વાટાઘાટોચાલે છે.કંપની સેક્રેટરી હવે કંપનીમાં કાનૂની બાબતોની સાથે સાથે એચઆર સહિતની અનેક જવાબદારીઉપાડતા થયા છે.કંપની સેક્રેટરી માટે સારી એવી રોજગારીની શક્યતા છે. વિદેશણાં પણ આપણા કંપની સેક્રેટરીઓ નોકરી કરતા થયા છે.