વડોદરાના શ્રી લક્ષ્મીનાથ વ્યાયામ શાળા ખાતે દરવર્ષની જેમ શરીર ષૌષ્ઠવ અને સ્વાસ્થ્ય માટે ગ્રીષ્મશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં લક્ષ્મીનાથ વ્યાયામ મંદિર જે છેલ્લા 114 વર્ષોથીકાર્યરત છે અને છેલ્લા 62 વર્ષોથી ગ્રીષ્મ શિબિરનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષૈ પણભારતીય અને દેશી કસરત થકી સ્વાસ્થ્ય અને શરીર સૌષ્ઠવ ને ધ્યાનમાં રાખીને ઉનાળામાં ગ્રિષ્મ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વ્યયામ શાળામાં દંડ બેઠક, મલખમ જૂડો તલવારબાજી, લાઠી, ભાલા વિગેરે જેવી દેશી કસરતો સાથે સાથે સ્વરક્ષણની તાલીમ આપવામાં આવે છે ત્યારે આ વર્ષે ગ્રીષ્મ શિબિરમાં દોઢસો ઉપરાંત બાળકોએ ભાગ લીધો છે જેમાં છ વર્ષથી ચૌદ વર્ષની ઉમરના બાળકોભાગ લ ઇ રહ્યાં છે. આ સમગ્ર આયોજન અંગે શ્રી લક્ષ્મીનાથ વ્યાયામ શાળાના વ્યવસ્થાપક પાર્થ કંસારાએ વિસ્તૃત માહિતી આપી હતી.