રોના વાયરસની સંભંવિત ત્રીજી લહેરને પહોંચી વળવા આગોતરા આયોજનના ભાગરૂપે શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે ત્રણ ઓક્સિજન ઉત્પાદક પ્લાન્ટનું લોકોર્પણ કરવામાં આવ્યું છે.આ ત્રણ પ્રાણવાયુ ઉત્પાદક સંયંત્રોથી આશરે 2650 જેટલા લીટર દૈનિક લિક્વીડ ઓક્સિજનનુ ઉત્પાદન કરવામાં આવશે.જેનાથી 250 કરતા વધુ દર્દીઓની જરૂરિયાત સંતોષી શકાશે. ઓક્સીજન પ્લાન્ટનુ લોકોર્પણ કરતા એસ.એસ.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ શ્રી રંજન અય્યરે જણાવ્યું કે, ત્રણ દાતાઓના સહયોગથી 2650 લીટર ઓક્સિજન ઉત્પાદન ક્ષમતાના ત્રણ પ્લાન્ટને ખુલ્લા મૂકવામાં આવ્યા છે.જેનાથી એસ.એસ.જી.હોસ્પિટલે ઓક્સિજન જરૂરિયાતને પહોંચી વળવા માટે. અંશત: આત્મનિર્ભર બન્યુ છે.
ઉપરાંત આગામી સમયમાં વધુ એક 1000 લીટર ક્ષમતાનો ઓક્સિજન ઉત્પાદનનો પ્લાંટ ડીઆરડીઓ દ્વારા એસ.એસ. જી. હોસ્પિટલના પરિસરમાં ઉભો કરવામાં આવશે. જેથી કોરોના વાયરસની સંભંવિત ત્રીજી લહેરમાં કોરોના સંક્રમિત ઉપરાંત અન્ય બિમારીથી પિડિત દર્દીઓની સારવારમાં આ ઓક્સિજનનો પ્લાન્ટ ઉપયોગી બની રહેશે. સયાજી હોસ્પિટલના પરિસરમાં નિર્મિત કુલ 2650 એલ.એમ.પી ની દૈનિક ઓક્સિજન ઉત્પાદક ક્ષમતા ધરાવતા ત્રણ પ્લાન્ટ કિરી એન્ડ લોંસન ઉદ્યોગ સમૂહ, એલ.એન્ડ ટી.અને વિવાયઓના સહયોગથી સ્થાપિત કરવામાં આવ્યા છે. જેના લોકોર્પણમાં તબીબી અધિક્ષક ડો.રંજન ઐયર, મુખ્ય વહીવટદાર શ્રી અશોક પટેલ, સલાહકાર ડો.મીનુ પટેલ, મેડિકલ કોલેજના ડીન તનુજા જાવડેકર, નગરસેવક ડો. શીતલ મિસ્ત્રી ડેપ્યુટી વહીવટી નોડલ અધિકારી ડો. બેલીમ અને દાતા સંસ્થાઓના પ્રતિનિધિઓની જોડાયા હતા.આ પ્રસંગે નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી સુધીર પટેલ સહિતના તબીબો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
