વડોદરાના ખોડિયારનગર સયાજીપુરા બુસ્ટર સામેના વિસ્તારમાં રાજ્યના મહિલા વિકાસ મંત્રી અને\વડોદરાની શહેર વાડી વિસ્તારના ધારાસભ્ય મનિષા વકીલ ગુમ થયા હોવાના પોસ્ટર લાગતાં ચકચારમચી ગઇ હતી. સ્થાનિક યુવકે આરોપ લગાવ્યા હતા કે ચૂંટણી જીત્યા બાદ મનિષા વકીલ તેમનામતવિસ્તારમાં ફરક્યા નથી. વડોદરાના શહેર વાડી વિસ્તારના ધારાસભ્ય મનિષા વકીલ સામે લોકોનોરોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિક લોકો આરોપ લગાવી રહ્યા છે કે ચૂંટણી જીત્યા બાદ તેઓ એક પણ વખતતેમના મતવિસ્તારમાં જોવા મળ્યા નથી. યોગેન્દ્ર પરમાર નામના સ્થાનિક યુવકે સયાજીપુરા વિસ્તારમાંધારાસભ્ય ગુમ થયા હોવાનું જણાવીને પોસ્ટર લગાડ્યા છે.વડોદરામાં મંત્રી મનિષા વકીલ ગુમ થયાનાપોસ્ટર લાગતા ચકચાર મચી ગઇ છે. તેમનાં જ મત વિસ્તારમાં જ મનિષા વકીલનાં પોસ્ટર લાગ્યાં છે, જેમાં ચુંટાયા બાદ પ્રજાની મુલાકાત ન લીધી હોવાનો આક્ષેપ કરાયો છે.
ઠેર ઠેર પોસ્ટર દ્વારા મંત્રી મનિષાવકીલ સામે નારાજગી જોવા મળી રહી છે.સ્થાનિક યુવક યોગેન્દ્ર પરમારે જણાવ્યું કે શહેર વાડીનાઅમારા ધારાસભ્ય મનિષા વકીલ ગુમ થયેલા છે.લોકોએ તેમને મત આપીને જીતાડ્યા છે પણ તે એકપણ વખત વિસ્તારમાં દેખાયા નથી.મેયરે કિશનવાડી આવાસની મુલાકાત લીધી હતી પણ આવાસનીસ્થિતી અંગે મેયર અને મંત્રીને ખબર નથી. આ વિસ્તારમાં પાણીની સમસ્યા છે.ક્રિષ્નાનગરમાં તોમહિનાથી પાણી આવતું નથી.લોકો કહે છે કે હવે તો આ વિસ્તારમાં આવો અને એક વખત તો મોઢુબતાવો.તમે હજારો વોટ લઇને જીત્યા છો અને અમારી તમારી પાસે આશા છે.એક વાર તો આવો.યુવકેઆરોપ લગાવ્યો કે પ્રજા વતી અમે આ પોસ્ટર લગાવ્યું છે.મંત્રી બન્યા બાદ મનિષા બેન હજું દેખાયા નથી.