વડોદરા જિલ્લાના કરજણ ભરત મુનિ હૉલ ખાતે ભાજપ દ્વારા વન ડે વન ડિસ્ટ્રિક્ટ અંતર્ગત સાધુ.સંતો.કલાકરો.સાહિત્યકારોઅને ખેડૂતો સાથે સીધો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય વક્તા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યાહતા. કાર્યક્રમમાં આવેલ સ્વામિનારાયણના સંતોએ મોરચો સંભાળ્યો હતો. કરજણના ખેડૂતો દ્વારા સરકારના 3 પ્રોજેક્ટો માંખેડુતોને મળેલા ઓછા વળતર ને લઈ રજુવાત કરાઈ હતી. સાથે સાથે નગરના વેપારીઓ દ્વારા નગરની બી વન સત્તા પ્રકાર હટાવાની માંગ કરાઇ હતી. નગરના સ્થાનિક દ્વારા નગરના બાળકો માટે સ્પોર્ટ કોમ્પ્લેક્ષ અને ગ્રાઉન્ડ માટે ની માંગ કરવામાંn આવી હતી.
કરજણ ભરતમુનિ હોલ તેમજ APMC હોલ ખાતે સરકારી ક્ષેત્રના આગેવાનો, ખેડૂત આગેવાનો, અલગ અલગયુનિયનના આગેવાનો , કો ઓપરેટિવ બેન્ક , સંસ્થાઓ માજી ડિરેક્ટર અને વર્તમાન ડિરેક્ટર્સ , વિવિધ સમાજ ના આગેવાનોસાથે સંવાદ ના કાર્યકમ માં હાજરી આપી હતી. સી.આર.પાટીલ (પ્રદેશ ભાજપ અધ્યક્ષ), ભાર્ગવ ભટ્ટ (મહામંત્રી) , સાંસદરંજનબેન ભટ્ટ, કરજણ એમ.એલ.એ. અક્ષય પટેલ, પૂર્વ એમ. એલ. એ. સતીષ પટેલ, ભરતભાઈ ડાંગર (ગુજરાત પ્રદેશ સહ પ્રવકતા),અસ્વીન પટેલ (જિલ્લા પ્રમુખ), પરાક્રમસિંહ, જાણવીબેન વ્યાસ , (જિલ્લા પ્રભારી), જયદીપસિંહ ચૌહાણ (કરજણ ભાજપ પ્રમુખ) , સહિત ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા…