વડોદરાના કરજણ તાલુકાના ગંધારા ખાતે આવેલ શ્રી વડોદરા જિલ્લા સુગરકેન ગ્રોવશ લિમિટેડ હસ્તક ની સુગર ફેકટરીછેલ્લા ઘણા સમય થી બંધ હતી ત્યારે હાલ મા જ તેના નવા હોદ્દેદારો ની નિમણૂક બાદ આ સુગર મિલ પુનઃ શરૂ થવાની છેસાથે સાથે કેટલાક નવા પ્રોજેકટ હાથ ધરાનાર હોય ત્યારે આજ રોજ પ્રમુખ સહિત મેનેજીંગ ડિરેકટર અને લિકવિડેટરો દ્વારામંડાળા અને કાયાવારોહન ખાતે ખેડૂત સંમેલન તેમજ માર્ગનદર્શન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઇ તાલુકાખેડૂતો હવે થી શેરડી નું ઉત્પાદન કરી સુગર મિલ મા આપી શકશે એ હેતુ સાથે ડભોઇ ના મંડાળા અને કાયાવરોહન ખાતેકરજણ તાલુકા ના ગંધારા સુગર મિલ માં નવીન હોદ્દેદારો પ્રમુખ અને મેનેજીંગ ડિરેકટર દ્વારા ખેડૂતો માટે માર્ગદર્શન શિબિર યોજી
જેમાં શ્રી વડોદરા જિલ્લા કોઓપરેટિવ સુગરકેન ગ્રોવશ લી. ના મેનેજીંગ ડિરેકટર દોલતભાઈ પટેલ, પ્રમુખ જીતુભાઇપટેલ, શશિકાન્તભાઈ પટેલ , કૌશિકભાઈ પટેલ, યોગેન્દ્રસિંહ બાપુ, દ્વારા ડભોઇ તાલુકા ના ખેડૂતો ને સુગર મિલ ચાલુ થાયત્યાર થી શુ વિકાસ અને ક્યાં નવા પ્રોજેકટ લાવા ના છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યા મા ખેડૂતો હાજરરહ્યા હતા જ્યારે ખેડૂતો વધુ મા વધુ શેરડી નું ઉત્પાદન કરી સુગર મિલ નો લાભ લે તે માટે આહવાહન કર્યું હતું. તો આ પ્રસંગે ખેડૂતો ને શેરડી નો પાક ઉત્પાદન કરવા અંગે બિયારણ સહિત નું માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું.