વડોદરાના ડભોઇ તાલુકા ના વિવિધ ગામો મા પાણી મડી રહે તે માટે ડંકીઓ મુકવામાં આવી હતી હવે તે શોભાના ગાંઢિયાસમાન બિન ઉપયોગી થઈ ગઈ છે કેટલાક વિસ્તારો મા આ ડંકીઓ બિસમાર છે ત્યારે બપોર ના સમયે કોઈ ને પાણી પીવું હોયતો હાલાકી નો સામનો કરવો પડે છે. ડભોઇ ના 118 ગામો મા પીવા તેમજ વાપરવા માટે પહેલા ડંકીઓ મૂકી પાની પહોંચાડવામાં આવતું હતું
હાલ આ ડંકીઓ બિસમાર અને શોભાના ગાંઢિયા સમાન થઈ પડી છે. હાલ પંથક મા ગરમી નો પારોખૂબ વધી રહ્યોં છે તેવા મા બપોર ના સમયે પશુઓ ને પાણી માટે હાલાકી નો સામનો કરવો પડે છે એક તરફ જ્યારે 86 તળાવતાલુકા ના સુકાઈ ગયા છે ત્યારે માત્ર આ એક આધાર હોય ડંકીઓ ચાલુ હોય તો પશુઓ અને માનવ જીવન ને પાણી મડી રહે તેમ હોય પાણી પુરવઠા વિભાગ આ ડંકીઓ ની મરામત કરાવે તેવી ગ્રામ્ય વિસ્તાર ના રહીશો ની માંગ છે