પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ અંતર્ગત બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા દેશવ્યાપી\વ્યસનમુક્તિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ કલેક્ટરની કચેરી ખાતે પોસ્ટરો,બેનરો થકી વ્યસનમુક્તિલોકજાગૃતિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આઝાદી કા અમૃતમહોત્સવ ની સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનિમિત્તે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા વ્યસનમુક્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે
ત્યારે આજરોજ સ્વામિનારાયણ સંસ્થાના બાળકોએ કલેક્ટરની કચેરી ખાતે વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત વિવિધપ્રકારના બેનરો, પોસ્ટરો સાથે લોકોને વ્યસન મુક્ત જાગૃતિનો સંદેશો આપવામાં આવી રહ્યો છે.આ અભિયાન સમગ્ર ભારતમાંયોજવામાં આવી રહ્યું છે.વડોદરા તથા આસપાસના વિસ્તારોમાં સ્વામિનારાયણ સંસ્થાના બાળકો સૌને વ્યસન મુક્તિના શપથલેવડાવી સમાજમાં વ્યસન મુક્તિ જાગૃતિ ફેલાવી રહ્યા છે.બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજનું સ્વપ્ન વ્યસનમુક્તિનું હતું. તેને હવે દેશવ્યાપી અભિયાન અંતર્ગત ચલાવવામાં આવી રહ્યું છે.