વડોદરાના પુનિયાદ ગામની દીકરીએ ફિજીયોથેરાપી ના છેલા વર્ષ વર્ષમાં પ્રથમ ક્રમાંકે આવી ગોલ્ડ મેડલ સાથે બેચલર ઓફફિજીયોથેરાપી ની ડીગ્રી પ્રાપ્ત કરી બાર ગામ પાટીદાર સમાજ નું ગૌરવ વધાર્યું છે. શિનોર તાલુકાના પુનિયાદ ગામના હેમતભાઈ ડાહ્યા ભાઈ પટેલ ની દીકરી ક્રિષ્ના પટેલે શૈક્ષણિક કારકિર્દી દરમિયાન કોરક્યુલર એક્ટિવિટી,લીડરશીપ,લિટરેચર સેક્રેટરી જેવી શૈક્ષણિક પ્રવૃતિઓ માં અગ્રેસર રહી પ્રશંસનીય કામગીરી કરી
કે.એમ.પટેલ ઇન્સ્ટિટયુટ ઓફ ફિજીયોથેરાપી માં મોખરા નુંસ્થાન પ્રાપ્ત કર્યું હતું. અને હાલ ક્રિષ્ના પટેલે ફિજીયોથેરાપી ના છેલ્લા વર્ષ માં પ્રથમ ક્રમાંકે આવી,ગોલ્ડ મેડલ સાથે બેચરલ ઓફફિજીયોથેરાપી ની ડીગ્રી હાંસલ કરી જિલ્લા તથા બાર ગામ પાટીદાર સમાજ નું ગૌરવ વધાર્યું છે.ત્યારે ક્રિષ્ના પટેલ ની આ સિદ્ધિ બદલ લોકો તેમના પર અભિનંદન ની વર્ષા વરસાવી રહ્યા છે