વડોદરાના ડભોઇ સમસ્ત આદિવાસી સમાજ નો 7 મો સમૂહ લગ્નોત્સવ નાંદોદિ ભાગોળ ખાતે જયશવાલ પાર્ટી પ્લોટ ખાતેયોજવા મા આવ્યો આ પ્રસંગે સાધુ સંતો તેમજ વિવિધ આગેવાનો દ્વારા સમૂહ લગ્ન મા પ્રભુતા ના પગલાં માળનાર 31 નવદંપતીઓ ને આશીર્વાદ પાઠવ્યા હતા. ડભોઇ સમસ્ત આદિવાસી સમાજ સમાજ ના દીકરા દીકરીઓ લગ્ન પ્રસંગો મા વધુ ખર્ચન કરવો પડે અને દીકરા દીકરીઓ ના વાલીઓની આર્થિક પરિસ્થિતિ ને ધ્યાન મા રાખી સતત 7 વર્ષ થી સમૂહ લગ્ન નું આયોજન સમસ્ત આદિવાસી સમાજ ડભોઇ દ્વારા કરવા મા આવતું રહયું છે ત્યારે સમસ્ત આદિવાસી સમાજ નો 7 મો સમૂહલગ્નોત્સવ નાંદોદિ ભાગોળ જયશવાલ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. જેમાં તડવી, વસાવા, સહિત સમસ્ત આદિવાસીસમાજ ના 31 જોડા એ પ્રભુતા ના પગલાં માંડી લગ્ન જીવન ની શરૂઆત કરી હતી
જ્યારે આ પ્રસંગે કબીર પંથ ના મહંત108 શ્રી પંકજદાસ મહારાજ સહિત મહાનુભાવો શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અસ્વીનભાઈ પટેલ, શશિકાન્તભાઈ પટેલ,સચિનભાઈ પટેલ, વકીલ લતીશભાઈ પટેલ,સુખદેવભાઈ પાટણવાડિયા, એમ.એચ.પટેલ, તેમજ અમિતભાઇ સોલંકી દ્વારા નવદંપણતીઓ ને આશીર્વાદ પાઠવામાં આવ્યા હતા સમગ્ર આયોજન પ્રમુખ શૈલેષભાઇ વસાવા,કિરીટભાઈ વસાવા,રાજુભાઇવસાવા, કલ્પેશભાઈ વસાવા,સહિત સમસ્ત આદિવાસી સમાજ ના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આ પ્રસંગે ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા દ્વારા નવ દંપણતીઓ ને આશીર્વાદ રૂ.51000નું દાન સાથે શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો