વડોદરાના ડભોઇ તાલુકાની 178 અને કુલ 243 શાળાઓના ધોરણ 1થી 10ના વિધ્યાર્થીઓ માટે હાલ ચાલી રહેલ કોરોના મહામારીમાં વિધ્યાર્થીઓ ને ઘરે રહી અભ્યાસ કરવો પડે છે ત્યારે રાજ્ય સરકાર મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી અને શિક્ષણમંત્રી ના માર્ગદર્શનથી આલગા ધોરણના પુનરાવર્તનના ભાગ રૂપ બિર્જકોર્ષ ક્લાસરેડીનેશન જ્ઞાનસેતુ કારક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે આ પ્રસંગે દૂરદર્શન અને ડીડી. ગિરનાર ઉપર જ્ઞાનસેતુ કાર્યક્રમ અંતર્ગત વિવિધ ધોરણ પ્રમાણે કાર્યક્રમ પ્રસારીત થશે.. જે એક માસ સુધી વિધ્યાર્થીઓને પુરાવર્તન પૂરું પાડશે
આ જ રોજ વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વકીલ અશ્વીનભાઈ પટેલ, નગર પાલીકા કારોબારી ચેરમેન વિશાલભાઈ શાહ, અને બી.આર.સી.ભવન કોઓર્ડિનેટર ભરતભાઈ દરજી સહિત શિક્ષકોએ આ કાર્યક્રમ પ્રોજેક્ટર ઉપર નિહાળ્યો હતો. સાથે સાથે જ્ઞાન સેતુ બુક પણ તાલુકાની તમામ શાળાઓને પહોચડવા, સહિત દરેક શાળાઓમાં પ્રોજેક્ટર સુવિધા ઊભી થાય તે માટે ઉપરી સ્તરે રજૂઆત કરવા શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વીનભાઈ પટેલ દ્વારા જણાવાયું હતું.
