દેશમાં છેલ્લા 27 વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્ર તથા ગુજરાત સહિત અનેક રાજ્યોમાંછે.ત્યારે રાંધણગેસની સબસીડી સરકારે બંધ કરી દેતાં છેલ્લા કેટલાક મહિનાઓમાં રાંધણગેસનાસિલિન્ડરોના ભાવમાં તોતીંગ વધારો કરી દેવામાં આવ્યો છે.જેના કારણે ગૃહિણીઓના ઘરનું બજેટ પણખોરવાઇ ગયું છે.મહિલાઓની ચિંતા કરતાં દેશના વડાપ્રધાને રાંધણગેસના ભાવમાં વધારા અંગે મૌનસેવી લીધું છે.ત્યારે કોંગ્રેસ દ્વારા રાંધણગેસ,પેટ્રોલ ડિઝલ તથા ખાધ્યતેલના ભાવવધારા સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.જેમાં જનતા પણ હવે મોંઘવારીથી ત્રસ્ત થઇ છે.
ત્યારે આજરોજ વડોદરા શહેર કોંગ્રેસદ્વારા મંહેગાઇ મુક્ત અભિયાન અંતર્ગત શહેરના રાવપુરા વિધાનસભા મત વિસ્તારમાં આવેલા માંડવીચારદરવાજા પાસે ગેસના સિલિન્ડરો સાથે હાથમાં સિલિન્ડરો ઉંચકી સૂત્રોચ્ચાર સાથે ભાજપ સરકાર સામેમોંઘવારીનો વિરોધ કરતાં સૂત્રોચ્ચાર પોકાર્યા હતા અને મંગળબજાર સુધી મંહેગાઇ મુક્ત ભારત ની રેલીકાઢવાની તૈયારી કરતાં પોલીસ દ્વારા તમામ કોંગ્રેસના નેતાઓ.જેમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ત્રૃત્વિજજોશી,નેતા અમીબેન રાવત,નરેન્દ્ર રાવત, સરસ્વતીબેન,હેમાંગીની કોલકર સહિતના કોંગ્રેસનાપદાધિકારીઓ તથા કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરતાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા પોલીસની ગાડીઓને આગળ વધતા અટકાવવાના પ્રયાસો કર્યો હતા.ત્યારે પોલીસે દરમિયાનગીરી કરી પોલીસની ગાડીઓને આગળ વધારી હતી ત્યારે આ તબક્કે માંડવી ખાતે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં.