સદભાવના અને શાંતિના ઉપદેશ થકી માનવતાની સેવા કરનાર સુફિવાદ ના પ્રચારક અને કાદરી કુળની 25મી પેઢીના સંત પીર સૈયદ અઝિમે મિલ્લત એટલે કે શહેરની ખાનકાહે એહલે સુન્નતના સ્થાપક જુમ્મા મસ્જિદવાળા પીર બાબાના ૩૪માં ઉર્ષ નો જુલૂસ સંદલ સાથે ભારે ભક્તિમય વાતાવરણમાં આરંભ થયો હતો.શુક્રવારે બપોરે ૩:૩૦ કલાકે અજબદી મિલ યાકુતપુરાથી ગાદીપતતી હઝરત સૈયદ મોયુનુદ્દિન જીલાની કાદરી સાહેબની રાહબરીમાં સંદલનું ભવ્ય જુલૂસ નીકળ્યું હતું જેમાં મહાન પયગમ્બર સાહેબ અને તેમના પ્રિય સાથીઓ અને સૂફી જગતના મહાન ઓલિયના ભક્તિ ગીતો સાથે વડોદરા ઉપરાંત હાલોલ,કાલોલ,સુરત,પેટલાદ વગેરે વિવિધ શહેરોના રિફાઈ ગ્રુપના ભાવિકોએ આધ્યત્મિક સુરોની રંગત પ્રસરાવી દીધી હતી.
જુલુસમાં સામેલ ગાદીપતિ તેમજ દેશભરના અગ્રણી પીરઝાદા ઓનું ઠેક ઠેકાણે ફૂલહાર તેમજ ઉર્ષ ના વધામણાં બેનરો લગાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે સમી સાંજે સદર જુલૂસ માંડવી પાસે પહોંચતા ભારતિય મરાઠા મહાસંઘના અગ્રણીઓ દ્વારા ગાદીપતિનું સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે પાણીગેટ પાસે રાણા સમાજ, કહાર સમાજ, બાવ ચાવડ યુવક મંડળ તેમજ મહાદેવ યુવક મંડળ ગોવિંદરાવ પાર્ક ના આગેવાનો દ્વારા પણ વધામણાં સાથે સ્વાગત થતા સમાજમાં કોમી એકતાના દ્ર્શ્યો જોવા મળ્યા હતા અને મોડી સાંજે જુલૂસ મેમણ કોલોની ધનાની પાર્ક સ્થિત દરગાહ શરીફ પહોચ્યું હતું
ત્યારબાદ સંદલ ચાદર અને ગુલપોશીની પરંપરાગત વિધિ થઈ અને ગાદીપતિ ની સર્વ કલ્યાણ ની દુવાઓ બાદ કાદરી લંગરનું પણ આયોજન કરાયુ હતું.જ્યારે ઉર્ષના બીજા અને ત્રીજા દિવસે રાત્રે તકરીર અને નાતો મનકબત ના કાર્યક્રમો યોજાશે જ્યારે ઉર્ષ ના ચોથા દિવસે સવારે ૧૦ કલાકે દરગાહ ખાતે કુરાનખ્વાની ,મહેફીલે મિલાદ,કુલ શરિફ અને સજરા ખ્વાની નો કાર્યક્રમ યોજાશે.