વડોદરા જીલ્લાના ડભોઇ મુસ્લિમ ખિદમત કમિટી છેલ્લા ત્રણ વર્ષથી બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ત્યારેઆયુષ બ્લડ બેન્ક વડોદરા અને ખીદમત કમિટીના સંયુક્ત ઉપક્રમે તળાવપૂરા કડિયાજમાત ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦ ઉપરાંત રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું તમારું એક રક્તદાન આપશે ત્રણ વ્યક્તિને જીવનદાનના સૂત્ર સાથે સમાજ સેવા કરતા ડભોઇ મુસ્લિમ ખિદમત કમિટી અને આયુષ બ્લડ બેન્ક વડોદરાના સંયુક્ત ઉપક્રમે ડભોઇ તલાવપુરા કડિયા જમાત ખાના ખાતે રકતદાન કાર્યક્રમ યોજાયો હતો.
કોરોના મહામારી ની ત્રીજી લહેરમાં રકત ની અછતને પહોંચી વળવા તૈયારીના ભાગરૂપે ડભોઇ મુસ્લિમ ખીદમત કમિટી ના આયોજકો મહેકુંજ ઘાંચી ઉર્ફે યાદવ, મંજુર સલાટ, સિદ્દીક ભાઈ ઘાંચી સહિતના મહાનુભાવો ધ્વરા ત્રણ વર્ષથી રક્તદાન શિબિરનું આયોજન કરવા આવ્યા છે. ત્યારે યુવા વર્ગના રકતદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું..
