છોટાઉદેપુર પોલીસના PSI જે.પી.ડામોર ,પોલીસ કોન્સ્ટેબલ સુભાષ રાઠવા,પો.કો. અજય રાઠવા અનેલોકરક્ષક કલ્પેશ ઠાકોર આજે સવારે 8 વાગે સરકારી વાહનમાં આરોપી જીતુભાઈ શંકરભાઈ વાઘેલા ,ધન્યભાઈ ખાતરીયા ભીલ અને અનિલ ઉર્ફે એન્થોની મૂલચંદ ગંગવાનીને છોટાઉદેપુર જેલમાંથીસારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવ્યા હતા.જ્યાં ત્રણેય આરોપીને બિમારી પ્રમાણે જુદા – જુદાવિભાગમા સારવાર માટે લઈ ગયા હતા.જ્યાં પાઈલ્સની સારવાર માટે અનિલ ઉર્ફે એન્થોની સાથેપી.એસ.આઈ જે.પી.ડામોર ઓપીડી નં -4 મા લઈ ગયા હતા.એન્થોનીની સારવાર કરાવ્યા બાદપી.એસ.આઈ જે.પી ડામોર તેને લઈને પ્રતાપગંજ વિસ્તારની પૂજા હોટલમા લઈ ગયા હતા.જ્યાંશાર્પશૂટર ઍન્થોની પી.એસ.આઈ ડામોરને ઊંઘતા રાખી હોટેલમાંથી ભાગી ગયો હતો.જેની જાણ ત્રણકલાક બાદ પોસઈ ડામોરે રાવપુરા પોલીસ મથકે કરી હતી.જેમાં જે.પી.ડામોરે એવી કેફિયત રજૂ કરી હતીકે એન્થોનીને લઘુશંકાએ લઈ ગયા હતા અને ત્યાંથી અમને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો.પરંતુ રાવપુરા પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કરતા શાર્પશૂટર એન્થોની પ્રતાપગંજની હોટેલમાંથી ફરાર થઈગયો હોવાનું સામે આવ્યુ હતું.
જેથી આ મામલે મોડીરાતે સયાજીગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરીનેએન્થોનીને ભગાડવામાં મદદગારી કરનારા પોલીસ કર્મી તથા અન્ય વિરૂદ્ધ ગુનો નોંધવાની તજવીજહાથ ધરી હતી.બનાવને પગલે એસીપી અને ડીસીપી સહિતના અધિકારીઓ SSG માં દોડી ગયાહતા.પરંતુ એન્થોની ત્યાંથી ભાગ્યો હોવાના કોઈ પુરાવા મળ્યા ન હતા. જોકે,પોલીસને માહિતી મળી ગઈહતી કે એન્થોની પુજા હોટલમાંથી ભાગ્યો છે.પોલીસે પુજા હોટલમાં જઈ સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાંપોસઈ જે.પી.ડામોર ,એન્થોનીને લઈને જતાં દેખાયા હતા.ક્રાઈમ બ્રાન્ચ હોટલનું ડીવીઆર કબ્જે લીધુંહતું.જ્યારે હોટેલના મેનેજર એક સર્વન્ટ સહિત પોલીસ કર્મીની અટકાયત કરી હતી.નોંધનીય છે કે અનિલઉર્ફે એન્થોની બીજી વખત પ્લાનિંગ સાથે ભાગ્યો છે.આ પહેલા આરોપી અનીલ ઉર્ફે એન્થોની કોવિડ કાળદરમીયાન શહેરની સયાજી હોસ્પીટલમાંથી પણ ભાગી ગયો હતો.પ્લાનીંગ સાથે ભાગેલા અનીલ ઉર્ફેએન્થોનીને ગોધરામાંથી ઝડપી લેવાયો હતો.આરોપી આજે ફરી પોલીસને ચકમો આપીને ફરાર થવામાં સફળ થયો છે.ગત વર્ષે અનીલ પ્લાનીંગ સાથે ભાગ્યો હતો એક કારમાં તેણે વડોદરા શહેરની હદ છોડી