વડોદરા શહેરમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેંક ઓફ બરોડા વડોદરાના નેજા હેઠળ અલકાપુરી ખાતે આવેલી બેંક પાસેઆઉટસોર્સીંગના વિરોધમાં દેખાવ કરવામાં આવ્યો હતો.જે અંતર્ગત બેંકના કર્મચારીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીસૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યકત કર્યો હતો. બેંક ઓફ બરોડાના કર્મચારી સંઘના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે બેન્ક મેનેજમેન્ટ દ્વારા8 હજાર જેટલા કર્મચારીઓનો આઉટસોર્સિંગ ભરતીનો નિર્ણય લેવાયો છે. આ બાદ અન્ય જગ્યાઓની પણ આઉટસોર્સિંગ પ્રક્રિયા હાથ ધરાશે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ
. વહેલીતકે નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી 30મીમેના રોજ દેશભરના 40 હજારથી વધુ કર્મચારીઓ હડતાળ પર ઊતરશે. આ ઉપરાંત ડેપ્યુટી જનરલ સેક્રેટરી લેખનભાઈચંદાણીએ જણાવ્યું હતું કે, બેંકના સત્તાધીશો દ્વારા 27 એપ્રિલનાં રોજ ખાનગી એજન્સીને 8 હજાર કર્મચારીઓની ભરતી માટેકોન્ટ્રાક્ટ ફાળવી દીધો છે.આજે આખો દિવસ અમે ધરણાં પર બેસી વિરોધ દર્શાવીશું. અમારી સાથે મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા છે.હવે ગાંધી ચિંધ્યા માર્ગે લડત ચાલુ રાખીશું.