પર્યાવરણ પ્રકૃતી તેમજ વન્ય સારીસૃપ અને પ્રાણીઓ નું રક્ષણ ખૂબ જરૂરી છે આ વિચાર લઈ ચાલતી વર્ષ 2004 માં વન્ય જીવનોની સુરક્ષા અને પર્યાવરણની જાડવાણી માટે વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ની સ્થાપના બોડેલી ખાતે માત્ર 5 યુવાનો દ્વારા કરવામાં આવી હતી ત્યાર બાદ સંસ્થા સાથે વડોદરા,ડભોઇ, બાહદરપૂર, પાંચમહાલ, ભરુચ, રાજપીપલા, નર્મદા તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાસ્ટ્ર યુવાનો જોડાયા અને પ્રકૃતીના રક્ષણ માટે ખૂબ મોટી ટિમ બની ડભોઇ તાલુકાના પનસોલી ગામે વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટનો મધ્યગુજરાત નો વર્કશોપ યોજાયો…..જેમાં જુદા જુદા તાલુકા અને જિલ્લાઑ માથી યુવકો ની ટીમો હાજર રહી હતી. આ પ્રસંગે ડભોઇ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વીનભાઈ પટેલ, અને અગ્રણી શશિકાન્તભાઈ પટેલ હાજર રહ્યા હતા.
આ યુવકોમાના વડોદરા ન પ્રશાંત વાઘેલાનું શાલ ઓઢાળી ડભોઇ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ વર્કશીપ નું આયોજન પુસ્પક કોટિયા, કપિલ કદમ, વૈભવ પટેલ, ભાર્ગવ પરમાર, પ્રસાન્ત વાઘેલા, યોગેંદ્રસિંહ ઝાલા, અને સુરેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર વર્ક શોપ દરમ્યાન શૈલેષભાઈ મહેતા દ્વારા ડભોઇ ના વૈભવ પટેલ ની કામગીરી તેમજ વાઇલ્ડલાઈફ ટ્રસ્ટ ના યુવાનો ની કામગીરી ને બિરદાવી હતી.
