વડોદરા જીલ્લાના ડભોઈમાં તીર્થક્ષેત્ર ચાંદોદ ના દયારામ પુરી વિસ્તારમાં નદીકિનારા ની ભેખડ ઉપર આવેલી ખારવા સમાજની વાડીમાં વડોદરા નવાપુરા ખારવાવાડ વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ તુલસીદાસ ખારવા નામના આધેડ છેલ્લા કેટલાક દિવસથી વાડીમાં છુટક મજુરી કામ અર્થે આવ્યા હતા આજરોજ સાંજના સમયે કામકાજ પતાવી પ્રવીણભાઈ ખારવા વાડી ના પાછળના ભાગે પેશાબ માટે ગયા હતા
જે દરમિયાન તેઓનો એકાએક પગ લપસતા ઊંચી ભેખડ પરથી તેઓ નીચે નદી કિનારા પર પટકાયા હતા આ જોઈ દોડી આવેલા લોકો તેઓને સારવાર અર્થે ખસેડે તે પહેલાં જ ગંભીર ઇજાના કારણે તેઓનું મોત નીપજ્યું હતું ઘટના સંબંધી ચાંદોદ પોલીસને જાણ કરાતા સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પરિવારજનોને સોંપવાની તજવીજ હાથ ધરી છે
