1984 થી અસ્તિત્વમાં આવેલ મધ્યાન ભોજન યોજના અંતર્ગત હાલમાં 96 હજાર ઉપરાંત તેના સંચાલકો-સહ સંચાલકો થકી52 લાખ ઉપરાંતના બાળકો તેનો લાભ લેતા રહ્યા છે મધ્યાન ભોજન યોજના ને પીએમ પોષણ યોજનામાં આવરી લેવાઇ છેત્યારે આ યોજનામાં છેલ્લા ઘણા વર્ષોથી સરકારના લઘુત્તમ વેતન દર પ્રમાણે નું વેતન મળતું નથી સરકારના શ્રમ અને રોજગારવિભાગ ની જોગવાઈ મુજબ નું મિનિમમ જેટલું વેતન મળી રહે, ઉપરાંત આ યોજનામાં સમાવિષ્ટ કર્મચારીઓને શિડયુલ વર્કરોગણી શ્રમિકો ને મળતા તમામ લાભો આપવા, આ યોજનાના રસોઈયા અને મદદનીશો ને એપ્રોન સહિતના સંસાધનો ઉપલબ્ધકરાવવા, તથા તેમના આરોગ્ય અને વીમા કવચ ની વ્યવસ્થા કરવી, મહિલા કર્મચારીઓને મેટરનીટી લીવ સહિતની મળવાપાત્રરજાઓ નું પ્રાવધાન કરવું, રસોઈયા ને બદલે "ભોજન માતા" જેવું ભાવાત્મક નામાધિકરણ કરવા, જેવા અનેકવિધ પડતર પ્રશ્નોની ચર્ચા વિચારણા અને આગામી દિવસોની વ્યૂહરચના સદર મિટિંગમાં કરવામાં આવી.
અને તે મુજબ નિયત સમયમર્યાદામાં યોગ્ય ઘટતું કરવામાં નહીં આવે તો ભારતીય મજદુર સંઘના નેજા હેઠળ રેલી અને જનસભા સહિતના આક્રોશિતકાર્યક્રમો આપવાની રણનીતિ નક્કી કરવામાં આવી. આ પ્રસંગે ઉપસ્થિત ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતાએ જણાવ્યું હતું કેવેતન વૃદ્ધિ મામલે આ યોજનાના કર્મચારીઓને શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા મળવાપાત્ર લઘુત્તમ વેતન મળવું જોઈએઅને તે માટે ગુજરાત સરકાર સહિત શિક્ષણ મંત્રીને લેખિત માં રજૂઆત કરીને સત્વરે લઘુત્તમ વેતન મુજબનું ફિક્સ વેતન મળે તેવી કાર્યવાહી કરીને પરિણામ લક્ષી સજ્જડ રજૂઆત કરવામાં આવશે