વડોદરાના ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપર શિનોર ચાર રસ્તા પાસે દિશા સુચક બોર્ડ તૂટી જતા ગમે ત્યારે કોઈ વાહનચાલક ઉપર પડે તો મોટો અકસ્માત સર્જાવાની ભીતિ છે માર્ગ મકાન વિભાગની નિષ્કાળજીને પગલે મોટી દુર્ગાટના સર્જાય તેવીસંભાવના છે વહેલી તકે બોર્ડ રીપેર થાય તેવી રાહદારીઓ ની માંગ છે. ડભોઇ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ આશરે 3 વર્ષ પૂર્વેબન્યો છે તેવામાં રોડ બન્યા પછી માર્ગ મકાન વિભાગ કોઈ તસ્દી લેતી ના હોય ડભોઇ શિનોર ચાર રસ્તા પાસે જોખમી રીતે એક બોર્ડ તૂટેલી હાલત મા નીચે થી પસાર થતા વાહનો ઉપર ગમે ત્યારે પડે તે રીતે લટકી રહ્યું છે
ત્યારે તૂટેલા બોર્ડ ને કારને મોટોઅકસ્માત થવાની સંભાવના હોય વહેલી તકે માર્ગ મકાન વિભાગ આ તરફ ધ્યાન દોરી બોર્ડ રીપેર કરાવે તેવી માંગ ઉઠવા પામીછે. દેશ ની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોજ બરોજ લાખો ની સંખ્યા માં સહેલાણીઓ આ રોડ ઉપર થી જપસાર થાય છે ત્યારે સરકારી કાર્યક્રમો મા હાજરી આપવા મંત્રી અને અધિકારીઓ પણ આ રોડ ઉપર થી પસાર થાય છે તેવામાંકોઈ મોટી દુર્ગાટના બને તો જવાબદાર અધિકારીઓ ઊંઘ માંથી જાગશે ની લોક ચર્ચા છે બોર્ડ તો ઠીક રોડ ઉપર ઠેક ઠેકાણે મોટામોટા ખાડા પણ પડી ગયા છે જે રીપેર કરવામાં પણ માર્ગ મકાન વિભાગ આળસ સેવી રહી છે તંત્રની કામગીરી ઉપર મોટા સવાલો ઉભા થયા છે