કોરોનાના કેસો ફરી નોંધાવા માંડ્યા છે. અગાઉ પાલિકાના રસીકરણ અભિયાનમાં 12થી 17 વર્ષ સુધીના વિદ્યાર્થીઓમાં 98 હજાર રસી લઈ શક્યા ન હતા. આ અંગે દિવ્ય ભાસ્કરના 12 જૂનના અહેવાલ બાદ પાલિકાએ ફરી અભિયાન હાથ ધર્યું છે. મંગળવારે 4 ઝોનની 16 સ્કૂલોમાં રસી આપવામાં આવી હતી. જોકે માત્ર 792 વિદ્યાર્થીઓએ જ રસી લીધી હતી. બાકી વિદ્યાર્થીઓને રસી અપાવવા પાલિકાએ અપીલ કરી છે તેથી વધુ ને વધુ બાળકોને રક્ષણ મળી શકે. આ અભિયાન પખવાડિયા સુધી ચાલશે.
સુમન શાળા અને નગર પ્રાથમિક શાળા બે-બે સહિત ખાનગી સ્કૂલો મળી કુલ ૧૭ સ્કૂલોમાં વૅક્સિનેશન હાથ ધરાયું હતું કુલ ૮૩૦ ના ટાર્ગેટ સામે ૭૯૨ વિદ્યાર્થીઓએ રસીનો લાભ લીધો હતો. સવારે ૧૦ વાગ્યાથી લઈ ને ૪ વાગ્યા સુધી આ તમામ સ્કૂલો ખાતે રસીકરણ હાથ ધરાયું હતું. આરોગ્ય વિભાગે 12થી 15 દિવસ સુુધી રસીકરણ અભિયાન હાથ ધર્યું છે. બુધવારે 42થી 45 સ્કૂલોમાં રસીકરણ કરાશે, આ સ્કૂલોમાં 2500 જેટલા વિદ્યાર્થીઓને રસી આપવામાં આવી શકે તેવો ટાર્ગેટ નક્કી કરાયો છે.