ઉત્તર પ્રદેશ સરકારમાં રાજ્યમંત્રી કમલ રાની વરુણનું રવિવારના રોજ નિધન થયું છે. 18 જુલાઈના રોજ તેઓ કોરોનાથી સંક્રમિત થયાનો રિપોર્ટ આવ્યો હતો. તેમની સારવાર યુપીના પાટનગર લખનઉના એસજીપીઆઈ હોસ્પિટલમાં ચાલતી હતી. રવિવારે સવારે તેમણે છેલ્લા શ્વાસ લીધા. ઉત્તર પ્રદેશમાં કોઈ મંત્રીનું કોરોનાથી આ પહેલું મૃત્યુ છે. મળતી માહિતી મુજબ, 17 મી જુલાઈએ જ્યારે કોરોના વાયરસની શંકા હતી ત્યારે કમલ રાની વરુણનું સેમ્પલ લેવામાં આવ્યું હતું.
(File Pic)
ઉલ્લેખનીય છે કે, 18 જુલાઈએ તેમને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને લખનઉની પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શનિવારે તેમની તબિયત અચાનક વધુ વણસી હતી. જેથી તેઓને વેન્ટિલેટર સપોર્ટમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે સવારે 9 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા.
(File Pic)
મહત્વનું છે કે, કમલ રાની વરુણ યોગી સરકારમાં Technical Education મંત્રી હતાં. તેઓ 12મી લોકસભામાં સાંસદ પણ રહી ચૂક્યા હતાં. તેઓ હાલ કાનપુરના ઘાટમપુર વિધાનસભા બેઠકથી વિધાયક હતાં. મહત્વનું છે કે દેશભરમાં કોરોનાનું સંકટ દિવસેને દિવસે વધી રહ્યું છે. દેશમાં કોરોનાના કેસની સંખ્યા રોકેટ ગતિએ વધી રહી છે. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 17.50 લાખથી પણ વધુ થઈ ગઈ છે.