કોરોનાના વધતા સંક્રમણને જોતા આખા દેશમાં માર્ચમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. લોકડાઉનના ચાર ફેઝ બાદ અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. એક ઓગસ્ટથી દેશ અનલોક-3માં પ્રવેશ કરી શકે છે. ત્યારે અનલોક-3 માટે એસઓપી બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મહત્વનું છે કે 31 જુલાઈએ અનલોક 2 પૂરુ થઈ રહ્યું છે.
(File Pic)
સૂત્રોના જણાવ્યા મુજબ અનલોક-3માં સોશિયલ ડિસ્ટેન્સિંગ સાથે સિનેમા હોલ ખોલવામાં આવી શકે છે. સૂચના પ્રસારણ મંત્રાલયે આ સંબંધમાં ગૃહ મંત્રાલયને એક પ્રસ્તાવ મોકલ્યો છે. જેમાં એક ઓગસ્ટથી સિનેમા હોલ ખોલવાની વાત કરવામાં આવી છે. એવી પણ અટકળો લગાવવામાં આવી રહી હતી કે અનલોક-3માં સ્કૂલોને ખોલવાની પરવાનગી મળી શકે છે પરંતુ સરકારે છેલ્લા તબક્કામાં પોતાનો ઈરાદો બદલી નાખ્યો છે.
(File Pic)
સિનેમાહોલ અંગે સુત્રોનું કહેવુ છે કે, મંત્રાલય ઈચ્છે છે કે શરૂઆતમાં 25 ટકા સીટોની સાથે સિનેમા હોલ ખોલવામાં આવે અને ત્યાં નિયમોનું કડક પાલન થાય. એટલું જ નહીં અનલોક-3મા સિનેમા હોલની સાથે જીમ પણ ખોલવામાં આવી શકે છે. સૂત્રો પ્રમાણે હજુ શાળા અને મેટ્રો ખોલવા પર વિચાર કરવામાં આવ્યો નથી. તો રાજ્યો માટે પણ અનલોક-3માં વધુ છૂટ આપવામાં આવી શકે છે.
(File Pic)
મહત્વનું છે કે, કોરોનાના વધતા સંક્રમણને રોકવા માટે માર્ચ મહિનામાં દેશભરમાં લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું. જે મે મહિના સુધી ચાલ્યું હતું. જૂન મહિનામાં અનલોક એક હેઠળ કોરોના સંકટને કારણે લગાવવામાં આવેલા લૉકડાઉનમાં ઢીલ આપવામાં આવી હતી. જેમાં આર્થિક પ્રતિબંધોને ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ એક જુલાઈથી અનલોક-2 શરૂ થયું હતું જે 31 જુલાઈએ સમાપ્ત થવાનું છે.