ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ ગઇ છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા હજુ આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠામાં ધીમીધારે વરસાદ શરૂ થઇ ગયો છે. જીલ્લામાં છેલ્લા 24 કલાકથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. પાલનપુર અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ ચાલું છે અને હજુ આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બનાસકાંઠા અને રાજસ્થાનના સિરોહી તેમજ આસપાસના જિલ્લાઓમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે બનાસકાંઠાના તમામ ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠાના દાંતીવાડા ડેમની જળસપાટી 554.25 ફૂટે પહોંચી છે. તો ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે. ડેમમાં 872 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તો બીજી તરફ સીપુ ડેમની જળસપાટી પણ 579.72 ફૂટે પહોંચી છે. સીપુ ડેમની ભયજનક સપાટી 611 ફૂટ છે. જો હજુ પણ ઉપરવાસમાં સતત વરસાદ ચાલુ રહેશે તો બન્ને ડેમની જળસપાટીમાં વધારો થઈ શકે છે અને ડેમમાંથી પાણી છોડવાની પણ ફરજ પડી શકે છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -