ફેસબુકને લઈને રાજકીય આરોપ-પ્રત્યારોપ હજી યથાવત છે. ત્યારે આ દરમિયાન કેન્દ્રીય આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે ફેસબુકના સીઈઓ માર્ક જુકરબર્ગને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે, વર્ષ 2019માં લોકસભા ચુંટણી પહેલા ફેસબુક ઈન્ડિયા મેનેજમેન્ટે દક્ષિણપંથી વિચારધારાના સમર્થકોનાપેજ ડિલીટ કરી દીધા. એટલુ જ નહીં તેમની રીચ પણ ઓછી કરી દીધી છે. રવિશંકર પ્રસાદે સાથે જ લખ્યુ કે, ફેસબુકે સંતુલિત અને નિષ્પક્ષ હોવુ જોઈએ.
તેમણે આ પત્રમાં 2019ની લોકસભા ચૂંટણીમાં કેન્દ્રીય દક્ષિણપંથ વિચારધારાના સમર્થક પેજોને હટાવવા કે તેની રીચ ઓછી કરવાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે સાથે એ પણ લખ્યું કે, સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપનીને આ સંબંધમાં લખવામાં આવેલા ડઝન જેટલા મેઈલનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. જોકે એક અલગ વાસ્તવિક્તાને ચિત્રિત કરવા માટે સિલેક્ટિવ લીક્સના માધ્યમથી કોઈ બીજી જ હકીકતને બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
ફેસબુકના કર્મચારી વડાપ્રધાન મોદી અને વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓ પ્રત્યે અપશબ્દ કહે છે. ચિઠ્ઠીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કંપનીમાંથી કેટલીક પસંદગીની વસ્તુઓ લીક કરવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફેસબુક અને વોટસએપ પર ગંભીર આરોપ લગાવતા તેની પર એક્શનની માગ કરી હતી. રાહુલ ગાંધીએ એક અહેવાલના હવાલાથી કહ્યું હતું કે ફેસબુકે જાણી જોઈને ચૂંટણી પ્રચારમાં ભાજપનો સાથ આપ્યો હતો, જે લોકતંત્ર માટે ખતરો છે. રાહુલ ગાંધીએ આ મામલે તપાસની માગ કરી છે.