કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ કેન્દ્રીય મંત્રીઓએ પોતાને આઈસોલેટ કરવાની શરૂઆત કરી છે. તેની શરૂઆત કેંન્દ્રીય સૂચના અને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કરી છે. રવિશંકર પ્રસાદે પોતાને ક્વોરન્ટાઈન કર્યા છે. મળતી માહિતી મુજબ, કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે પોતાને ક્વોરન્ટીન કરી લીધા છે.
(File Pic)
તેઓ પોતે જ હોમ આઇસોલેશનમાં ચાલ્યા ગયા છે. તેમના કાર્યાલય તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે તેમનું સ્વાસ્થ્ય બિલકુલ સારૂ છે. અને તેમને કોરોના વાયરસ સંક્રમણનું એક પણ લક્ષણ નથી. જો કે તેમણે સાવચેતી માટે સેલ્ફ આઇસોલેશનમાં રહેવાનો નિર્ણય કર્યો છે.
આપને જણાવી દઈએ કે, શનિવારની સાંજે રવિશંકર પ્રસાદે ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. નોંધનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ રવિવારે પોઝિટિવ આવ્યો હતો. કોરોના સંક્રમિત થયા બાદ ગૃહ મંત્રી અમિત શાહ ડોક્ટરોની સલાહ બાદ મેદાન્તા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા છે. ખુદ ગૃહમંત્રી અમિત શાહે રવિવારે બપોરે ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી હતી. ત્યારબાદ પાર્ટી નેતાઓ સહિત સોશિયલ મીડિયા યૂઝર્સે તેમના જલદી સ્વસ્થ થવાની કામના કરી છે.