સુરતના સહરા દરવાજા પાસે બેકાબૂ એસ.ટી. બસે બાઇકને અટફેટે લેતાં બાઇક પર સવાર સાત વર્ષીયબાળકીને ગંભીર ઇજા પહોંચતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સહરા દરવાજા પાસે બેકાબૂ એસ.ટી.બસે બાઇકને અટફેટે લેતાં બાઇક પર સવાર સાત વર્ષીય બાળકીને ગંભીર ઇજા પહોંચતાં ઘટના સ્થળે જમોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ફૂલવાડી ભરીમાતા રોડ પર સુભાનભાઇ શાહ રહે છે. શુક્રવારેસાંજે અંદાજે દસેક વાગ્યાના અરસામાં સુભાનભાઇ સાત વર્ષીય બાળકી ઉમેરા શાહને એક્ટિવા બાઇક પર લઇ સહરા દરવાજા પરથી પસાર થઇ રહ્યા હતા.
એ દરમિયાન અચાનક એસટી બસે બાઇકના પાછળનાભાગે ટક્કર મારતાં સુભાનભાઇ ઘવાયા હતા. બાઇક પર સવાર સાત વર્ષીય બાળકી ઉમેરાને ગંભીર ઇજાપહોંચતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઇ ત્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયાહતા. જેને પગલે ત્યાં ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. આ બનાવ અંગે મહિધરપુરા પોલીસને જાણ થતાંતાત્કાલિક ઘટના સ્થળે તાબડતોબ દોડી આવી હતી. પોલીસે બાળકીનું પીએમ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.