જુનાગઢ જીલ્લા ના માળીયા હાટીના જૂનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખપદે સહકારીક્ષેત્રના શ્રી લક્ષ્મણભાઇ યાદવ બિનહરીફ જાહેર થયા છે જુનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.જુનાગઢ તથા ગીરસોમનાથ તેમજ પોરબંદર કાર્યક્ષેત્રના બોર્ડ ઓફ ડીરેકટર્સ માંથી હોદેદારોની ચુંટણીસત્તાધિકારી અને પ્રાત ઓફિસરે નિમણુંક કરેલ ચુંટણી અધિકારી મામલતદાર (શહેર)ના પ્રમુખ સ્થાનેસંસ્થાની મુખ્ય કચેરીએ યોજવામા આવેલ પ્રમુખ તરીકે શ્રી લક્ષ્મણભાઇ રામભાઇ યાદવ એ ઉમેદવારીફોર્મ ભરેલ તેમજ ઉપ પ્રમુખ તરીકે શ્રી જયેશભાઇ બી. ગુંદાણીયાશ્રીએ ઉમેદવારી ફોર્મ ભરેલ ત્યારબાદકોઇ અન્ય ફોર્મ આવેલ ન હોય જેથી ચુંટણી અધિકારી શ્રીએ બંને હોદેદારોને બીન હરીફ ચુંટાયેલા જાહેર કરેલ.
પ્રમુખશ્રી લક્ષ્મણભાઇ આર.યાદવ છેલ્લા ૭ વખતથી બીન હરીફ ચુંટાયા છે ત્યારે જયેશભાઇબી.ગુંદાણીયા બીજીવાર બીન હરીફ ચુંટાયેલા છે. ચુંટણી સભામાં ગુજરાત રાજયના પુર્વ મંત્રી મજશાભાઇ બારડ સહકારી આગેવાન, બાધુભાઈ વેગડ, માળીયા હાટીના તાલુકા પંચાયત પ્રમુખદિલીપભાઈ સીસોદીયા, જૂનાગઢ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દિલીપ ભાઈ સીસોદીયા,તાલુકા પંચાયત ઉપ પ્રમુખ કાનજી ભાઈ યાદવ, માળીયા હાટીના સરપંચ જીતુભાઇ સીસોદીયા, પૂર્વજીલ્લા પંચાયત સદસ્ય શાંતિ ભાઈ કમાણી, તાલુકા પંચાયત સદસ્ય જીવાભાઈ સીસોદીયા, ઉપ સરપંચચકા ભાઈ ભૂત, કારડીયા રાજપૂત સમાજ ના આગેવાન લક્ષ્મણભાઇ જે.યાદવ અને રાજેશભાઇ પરમાર,આહીર સમાજ ના આગેવાન નારણભાઈ ભેટારીયા, પટેલ સમાજ ના આગેવાન જે.પી ફુલેત્રા સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા