ઉબરે મૂશ્કેલીમાં સપડાયેલા બાળકો સુધી પહોંચવા અને તેમને મદદરૂપ બનતા ચાઇલ્ડ કેર પ્રોફેશ્નલ્સને 30,000 વિનામૂલ્યે રાઇડ્સ પ્રદાન કરવા માટે બાળકો માટેની એકમાત્ર રાષ્ટ્રીય ઇમર્જન્સી હેલ્પલાઇન સર્વિસ ચાઇલ્ડલાઇન 1098 નું સંચાલન કરતી મધ્યસ્થ એજન્સી ચાઇલ્ડલાઇન ઇન્ડિયા ફાઉન્ડેશન (સીઆઇએફ), કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનો સહયોગ પ્રાપ્ત, સાથે ભાગીદારી કરવાની આજે જાહેરાત કરી છે. ઓક્ટોબરથી ડિસેમ્બર 2020 સુધી રૂ. 63 લાખના મૂલ્યનો આ સહયોગ ઉબર કામગીરી ધરાવતા ભારતના 83 શહેરોમાં પ્રદાન કરવામાં આવ્યો છે. તેમાં દિલ્હી, મુંબઇ, કોલકત્તા, બેંગાલુરુ અને ચેન્નઇમાં ચાઇલ્ડલાઇન 1098 કર્મચારીઓને મોબિલિટી સપોર્ટ પણ સામેલ છે, જ્યાં સીઆઇએફ તેના કોન્ટેક્ટ સેન્ટર્સ ચલાવે છે.
ઉબરના પ્રયાસો વિશે વાત કરતાં ઉબર ઇન્ડિયા અને સાઉથ એશિયાના પ્રેસિડેન્ટ પ્રભજીત સિંઘે જણાવ્યું હતું કે, “અમે ચાઇલ્ડલાઇન 1098 સાથે ભાગીદારી કરતાં ઉત્સાહિત છીએ. આ ફોન નંબર સમગ્ર ભારતમાં લાખો બાળકો માટે આશાનું કિરણ છે અને ભારતના યુવા નાગરિકો માટે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવાની દિશામાં કામ કરે છે.
આ ભાગીદારી અંગે વાત કરતાં ચાઇલ્ડલાઇન ઇન્ડિયા ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. અંજાઇ પંડિરિએ જણાવ્યું હતું કે, “દેશભરમાં ચાઇલ્ડલાઇન કોન્ટેક્ટ સેન્ટર્સ ખાતે પ્રથમ પ્રતિસાદકર્તાઓ, જિલ્લા અને રેલવે સ્ટેશન્સ ઉપર ચાઇલ્ડલાઇન યુનિટ્સ અને ચાઇલ્ડલાઇન પ્રોગ્રામ ટીમને સુરક્ષિત ટ્રાન્સપોર્ટેશન વિકલ્પો પ્રદાન કરવામાં સહયોગ કરવા બદલ અમે ઉબર ઇન્ડિયાના આભારી છીએ.