અમેરિકામાં યોજાયેલ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કારમો પરાજય મેળવી ચુકેલ ડોનાલ્ડ ટ્રમ્પને એક બાદ એક કમરતોડ ફટકા પડવા લાગ્યા છે. ટ્રમ્પ પ્રશાસને લાગુ કરેલ વધુ એક કાયદાને અમેરિકાની કોર્ટે ફગાવી દીધો છે. હાલમાં અમેરિકી કોર્ટે ઓક્ટોબરમાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનએ H-1B Visa કાર્યક્રમમાં કરવામાં આવેલ ફેરફારને અમેરિકા દેશની કોર્ટે ફગાવી દીધા છે.
આ સાથે જ ભારતનાં કુશળ કારીગર એટલે કે, પ્રોફેશનલ્સ હાલ અમેરિકા દેશમાં અગાઉની જેમ જ કામ કરશે. ટ્રમ્પ સરકાર દ્વારા પ્રસ્તાવિત આઇટી કંપનીઓને વિદેશી કર્મચારીઓની નિમણૂક કરતા રોકતા H-1B વિઝાના બે નિયમની વિરુદ્ધમાં ચુકાદો આપતાં ત્યાંની આઇટી કંપનીઓના હજારો સ્કિલ્ડ ફોરેન વર્કર્સને રાહત સાંપડી છે.
કેલિફોર્નિયાનાં ડિસ્ટ્રિક્ટ જજ જેફરી વ્હાઈટે H-1B Visa પર ટ્રમ્પનાં હુકમને રદ કરતા જણાવ્યું કે, સરકાર દ્વારા આ નિર્ણય લેતા સંપૂર્ણ રીતે પારદર્શક પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી. સરકારે કોવિડ-19 મહામારીનાં કારણે લોકોની ગયેલી નોકરીઓનાં લીધે નિર્ણય લેવાયો તે દલીલ એકદમ ખોટી છે. જસ્ટિસ જેફરીએ તેનાં ચુકાદામાં એમ પણ કહ્યું હતું કે, કોવિડ-19 એ એવી મહામારી છે જે કોઈનાં પણ વશમાં નથી, પણ આ બાબતે વધારે સચેત થઈને કાર્યવાહી થઈ શકે તેમ હતી. નોંધનીય એ છે કે, અમેરિકા દેશની સરકાર પ્રતિ વર્ષે બહારથી આવનારા બધા ક્ષત્રોમાં કામ કરનારા પ્રોફેશનલ્સ માટે 85 હજાર H-1B Visa બહાર પાડવામાં આવે છે. તેમાં IT પ્રોફેશનલ્સની સંખ્યા સૌથી વધારે છે. અમેરિકા દેશમાં અત્યારે આશરે 6 લાખ H-1B Visa હોલ્ડર કામ કરે છે. તેમાંથી મોટાભાગનાં ભારત દેશનાં છે તેમજ બીજા નંબરે ચીનનાં કર્મચારી છે. પણ ટ્રમ્પ પ્રસાશનનાં નિર્ણયને લીધે લાખો ભારતીયોને ચિંતામાં હતાં.