ભારતભરમાં હાલ કેન્સર પીડિત લોકોની સંખ્યા વધી રહી છે ત્યારે લોકોમાં રહેલી કુટેવ જવાબદાર છેઅને તેના કારણે કેન્સર જેવા રોગો થાય છે ત્યારે કેન્સરના પીડિતોને કિમોથેરાપી આપવામાં આવે છેકિમોથેરાપી લેવાના કારણે કેન્સર પીડિતો ના વાળ ખરી જાય છે જ્યારે જો કેન્સર પીડિત એક મહિલા હોયતો તેના પણ વાળ ખરી જાય છે સ્ત્રીની સુંદરતા દેખાવમાં વાળનો એક મોટો ભાગ છે લોકો દ્વારા જાગૃતતાલાવવામાં માટે રક્તદાન ચક્ષુદાન અને અને અંગદાન કરતા હોય છે ત્યારે હવે કેશદાનની પણ પ્રવૃત્તિ માં પણ કેટલીક સંસ્થાઓ આગળ આવી રહી છે
જેમાં હાલ વડોદરાની એક સંસ્થા દ્વારા કેશદાર નો વિડીયો યુટ્યુબ પર મૂકવામાં આવ્યો હતો જેને હાલ અમેરિકા રહેતા કુંશાગ પાઠકે નિહાળ્યો હતો અને તે વિડિયોતેના મિત્રોને મોકલવામાં આવ્યો હતો તે વિડિઓ નિહાળી મિત્રો દ્વારા કેશદાન કરવાનું નક્કી કર્યું હતું જેમાં શહેરા નગરમા રહેતા નારાયણ ચંદ્રકાંત પદવાણી અને દિનેશ લુહાર બંને મિત્રો દ્વારા કેશદાન કરવામાં આવ્યા હતા અને લોકોને પણ કેશદાન કરવા અને કેમ કરવા તેનું મહત્વ સમજાવ્યું હતું