જ્યારે સમગ્ર વિશ્વ કોરોનાની ઝપેટમાં આવ્યુ છે..ત્યારે ભારતમાં પણ કોરોનાના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસોનો આંકડો 2200 ઉપર પહોંચી ગયો છે. લોકોમાં એક પ્રકારે ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતની બે વર્ષની બાળકીએ કોરોનાને હરાવીને એ સાબિત કર્યું છે કે આ વાયરસને હરાવવો મુશ્કેલ નથી.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરની 2 વર્ષની આયશાનો થોડા દિવસ અગાઉ કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઈ તેને વડોદરાની ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારે હાલમાં તેનો રિપોર્ટ નેગેટીવ આવતા 2 વર્ષની આયેશાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
ગુજરાતની અત્યાર સુધીની સૌથી નાની ઉંમરની બાળકી આયેશા આજે કોરોના મુક્ત થઇ છે..આયેશાના દાદા અને અન્ય પરિવારના સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આયેશામાં પણ કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા.
ત્યારબાદ તેને નિર્ધારિત પ્રોટોકોલ અનુસરીને સારવાર આપવામાં આવી હતી. ત્યારે આખરે તેના રીપોર્ટ નેગેટીવ આવતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આયેશાને હોસ્પિટલમાંથી રજા મળતા હોસ્પિટલના તબીબો તેમજ સ્ટાફે પણ પણ આનંદની લાગણી અનુભવી હતી..