પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગ્રામ પંચાયતને સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત 15 મુ નાણાપંચ 10% જિલ્લા કક્ષા ગ્રાન્ટમાંથી વર્ષ 2020/21 ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન ઈ- રીક્ષા(બેટરીવાળી) આપવામાં આવી.
માનનીય વડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈ મોદી સાહેબના સંકલ્પને સાકાર કરવા આજરોજ તખતગઢ ગ્રામપંચાયત ડોર ટુ ડોર ઇ – રિક્ષા નું મુહૂર્ત પરમ પૂજ્ય સ્વામી શ્રી પુરુષોત્તમ આનંદજી મહારાજ તથા પંચાયતના સેવક શ્રી જયશંકર લાલજી વ્યાસ ના વરદ હસ્તે કરવામાં આવ્યું જેમાં સરપંચ શ્રી નિશાંત પટેલ ડેપ્યુટી સરપંચ શ્રી અંકિત પટેલ મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. બધા જ ગ્રામજનો મળીને સરકારનો આભાર માન્યો હતો.