સુરેન્દ્રનગરમાં મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા 2019માં રોબીન હુડ આર્મી થકી એક સેવાકાર્ય શરૂ કરાયુ હતુ.જેમાં સેવાભાવી સંસ્થાન લોકોની મદદથી ભુખ્યાને ભોજન કરાવાય છે. કોઇ પ્રસંગોમાં વધેલુ ભોજન બગાડ ન થાય માટે જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાની સેવા 20 હજાર લોકોને ભોજન પૂરું પાડતું સેવાનું વટવૃક્ષ બની ગયુ છે.યુરોપીયન દેશીમાં પ્રચલીત છે રોબીન હુડ નામનો બહારવટીયો જે રાજાઓ અને અમીરોને લુંટી ગરીબ અને જરૂરીયાત મંદોને મદદ કરતો હતો.ત્યારે સુરેન્દ્રનગર ખાતે ઓગસ્ટ-2019 માં મેડીકલ કોલેજ ના અમુક વિદ્યાર્થીઓ દ્વારા અને પછી ડો દિવ્યરાજસિંહ પરમાર રોબીનહુડ આર્મી બનાવાઇ છે.જે ગરીબ બાળકોને દર અઠવાડિયે ગરમ–તાજું તથા સ્વાથ્યવર્ધક ભોજન કરાવેછે.જે નાનકડી શરૂઆત આર્મી બની હવે 20,000 લોકોને ભોજન પુરૂ પાડતુ વડવૃક્ષ બની ગયુ છે.
જેમાં 50થી વધુ રોબીનજેઓ કોમ્પયુટર એન્જીનીય રિદ્ધિ દવે અને બંસી કોટેચા, ટીસીએસ ઇન્ફોસીસ જેવી ખ્યાતનામ IT કંપની માં કામ કરે છે.દીપ વડનગરા અને પાયલબેન ડોક્ટર, ધવલભાઈ શિક્ષક છે તો વ્યોમ કે તેજસ્વી હજુ 10-12 ધોરણ માં ભણે છે. ઘણી વાર મોટા જથ્થા માં ભોજન વિતરણ કરવાનું હોય તો મેડીકલ કોલેજ ના વિદ્યાર્થી /વિદ્યાર્થ ીની ઓ સ્વયમસેવક તરીકે જોડાય છે.આ અંગે સ્વયંસેવકોએ જણાવ્યુકે કોરોનાની બીજી લહેરમાં વિદેશથી અનેક લોકોએ લાખો રૂપિયાની સામગ્રી પૂરી પાડેલી તેનાથીએ સમયમાં જેઓના કામ ધંધા બંધ હતા તેવા અનેક પરિવારોને અનાજ, તેલ વગેરે કીટ, સ્વચ્છતા માઠે રોબીન મહિલા ગ્રુપે રી-યુજેબલ સેનેટરી નેપકીન્સના વિતરણની ઝુંબેશપણ ચલાવેછે .કોરોના સમયમાં જરૂરીયા તમંદોને ટીફીન, ઓક્સીજન બોટલ, વૃધ્ધોની દેખરેખ, રસીકરણ, માસ્ક વિતરણ સેવાઆપી હતી.સંસ્થા રોટી ડે ઉજવણી કરી લોકોને વ્હોટ્સએપથી રોટલી દાન કરવાનુ કરી કેત્ર કરી ભુખ્યાલોકોને ભોજન અપા છે. જ્યારે 9409043 060 નંબર જાહેર કરાયો છે.જેમાં વધારાનો ખોરાક હોય તો નજીકના રોબીન હુડ આવી તે ભોજન યોગ્ય સ્થાને વહેચણીની સેવા આપે છે.