નવા વર્ષે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રેમ્પે ઝાટકો આપતાં એક કડક નિર્ણય લીધો છે. ટ્રમ્પે ગ્રીન કાર્ડ અને વર્ક વિઝા પર પહેલાંથી લદાયેલા પ્રતિબંધોને 31 માર્ચ સુધી લંબાવ્યા છે. ગુરુવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંબંધિત એક આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા.
ટ્રમ્પે જાહેરાત કરતાં લખ્યું કે, યુનાઇટેડ સ્ટેટ્સના અમેરિકાના શ્રમ બજાર અને અમેરિકન સમુદાયોના સ્વાસ્થ્ય પર કોવિડ-19ની અસર હાલ રાષ્ટ્રીય સ્તરે ચાલુ છે. ઘોષણા પત્રમાં બેરોજગારીનો દર, રાજ્યો દ્વારા આપવામાં આવતા વ્યવસાયો પર મહામારી સંબંધિત પ્રતિબંધ અને જૂનથી કોરોના વાયરસ સંક્રમણ વધવાનો હવાલો પણ આપ્યો છે.
ટ્રમ્પે કહ્યું કે, આ જાહેરાત 31 માર્ચ, 2021 સુધી લાગુ રહેશે, પરંતુ જરૂરિયાત અનુસાર તેને આગળ પણ ચાલુ રાખી શકાય છે. આપને જણાવી દઈએ કે, પ્રતિબંધિત કરાયેલા વીઝામાં J-1 વિઝા પણ સામેલ છે જે સાંસ્કૃતિક આદાન-પ્રદાન માટે અપાય છે. H-1B અને H-2B ધારકોના જીવનસાથી માટે વિઝા અને કંપનીઓ માટે L વિઝા જે અમેરિકામાં કર્મચારીઓને સ્થળાંતરિત કરવા માટે રજૂ કરાય છે તેને પણ સસ્પેન્ડ કરાયા છે.