ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યમાં કેટલાક ભાગોમાંથી ભારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજીબાજુ મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદના કારણે રાજ્યની જીવાદોરી સમાન નર્મડા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે.
(File Pic)
છેલ્લા ચાર દિવસની વાત કરવામાં આવે તો નર્મદા ડેમની જળસપાટીમાં 1.32 મીટરનો વધારો થયો છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 35 હજાર કેટલાક વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા અહેવાલ મળ્યા ત્યાં સુધી નર્મદા ડેમની જળસપાટી 121.32 મીટર પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી 35,412 ક્યુસેક પાણીની આવક થઈ છે જોકે હજુ પણ 1200 મેગાવોટના રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટ બંધ છે. જ્યારે ડેમમાં કુલ જથ્થો 1453.52 મિલિયન ક્યુબીક મીટર છે.
(File Pic)
મહત્વનું છે કે, રાજ્યમાં વરસી રહેલ સાર્વત્રિક વરસાદના કારણે મેઘરાજા મન મૂકીને વરસતા જળાશયોમાં પાણીની સતત આવક થઈ રહી છે. હાલ ગુજરાતમાં 57 ડેમ નવા નીરના કારણે છલકાઈ ચૂક્યા છે.જ્યારે 98 ડેમ હાઈ એલર્ટ પર હોવાનું જાણવા મળ્યું છે. છે. આ ઉપરાંત રાજ્યના કુલ 9 ડેમ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ભારે વરસાદના સાવચેતીના ભાગરુપે જે તે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પણ તકેદારી રાખવામાં આવી રહી છે.