હાલ ભારતમાં દિવસેને દિવસે વૃક્ષોની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ માટે સરકાર પણ ચિંતિત છે અને કેટલીય સામાજિક સંસ્થાઓ પણ હવે પર્યાવરણ બચાવવા માટે મેદાનમાં આવી ગઈ છે. પરંતુ જ્યાં સુધી દરેક માનવી પોતાની રીતે વૃક્ષનું મહત્વ નહિ સમજે ત્યાં સુધી વૃક્ષોનું પ્રમાણ ભારતમાં વધે તેવું લાગતું નથી સરકાર પણ વૃક્ષોને લઈને ચિંતિત છે અને સરકારે હમણાં જ સમગ્ર ગુજરાતમાં 70 માં વનમહોસ્તવની ઉજવણી કરી હતી. તેમજ વૃક્ષોના મહત્વની સાથે સાથે વૃક્ષારોપણના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત બનાસકાંઠાના ડીસા તાલુકાના સોયલા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમ સોયલા પ્રાથમિક શાળા તેમજ ગ્રામ પંચાયત દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં ગામના અગ્રણીઓ, શાળાના શિક્ષકો આચાર્ય, શાળાના બાળકો, ગ્રામ પંચાયતના સરપંચ, દૂધ મંડળીના ચેરમેન તેમજ કિસાન એકતા સમિતિના, મીડિયા કન્વીનર તેમજ પત્રકાર મિત્રોએ આ કાર્યક્રમને સફળ બનાવી, વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દરેક વ્યક્તિ એક એક વૃક્ષનું જતન કરશે તેવી પ્રતિજ્ઞા પણ લીધી હતી..
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -