દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે ૭૫મી જન્મજયંતી છે. ત્યારે કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં આવેલા વિરભૂમી ઘાટ ખાતે રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિય ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પૂર્વ પીએમ મનમોહનસિંહ સહિતના નેતાઓ સવારે વિરભૂમી પહોંચ્યા હતા. જ્યાં રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મૂખર્જીએ પણ સવારે વીર ભૂમિ પહોંચીને રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેવામાં ખેડા-કઠલાલમાં રાજીવગાંધી જન્મ જયંતી નિમિતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કઠલાલ જવાહર નવોદય વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય સહીત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નવોદયના આચાર્ય એન.સી.સી અને સ્કાઉટના વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમમાં જોડયા હતા. આ કાર્યક્રમમાં કાલુસિંહ ડાભી-ધારાસભ્ય, ઇન્દ્રજીત ઠાકોર-ધારાસભ્ય, રાજેશ ઝાલા, કિરણ શર્મા, દિલીપસિંહ ચૌહાણ, જયદીપસિંહ, ગોપાલ શાહ સહિત કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. જો વૃક્ષારોપણના મહત્વની વાત કરવા જઈએ તો, ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોનું પોતાનું મહત્વપૂર્ણ સ્થાન રહ્યું છે. આયુર્વેદના જનક મહર્ષિ ચરકે પણ વાતાવરણની શુદ્ધતા માટે વિશેષ વૃક્ષોને મહત્વ બતાવ્યું છે. અંતતોગત્વા ભૂમિ પર ઉત્પન્ન થનારા વૃક્ષોના આધાર પર ભૂમિની પસંદગી કરવામાં આવે છે. તેવામાં રાજીવ ગાંધીની ૭૫મી જન્મજયંતી નિમિતે વૃક્ષારોપણનું આયોજન કરીને સારો એવો સંદેશો આપવામાં આવ્યો છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -