રાજયમાં અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. રોજે કોઈને કોઈ જગ્યાએ અકસ્માત સર્જાઈ રહ્યા છે. એમાં લોકોના જીવ પણ જતાંહોય છે. ખાસ કરીને ગફલત ભર્યા ડ્રાઈવિંગ અને હાઇસ્પીડને કારણે આ અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે બનાસકાંઠાજિલ્લામાં પણ અવાર નવાર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે વધુ એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે.બનાસકાંઠા જિલ્લાના થરાદ સાંચોર હાઇવે પર અકસ્માત થવાની ઘટના સામે આવી છે, આ અકસ્માતમાં એકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.
બનાસકાંઠા જિલ્લાના થરાદ સાંચોર હાઇવે પર ખોડા નજીક ગાડી પલ્ટીખાતાં અકસ્માત સર્જાયો હતો. સાંચોર તરફથી એરંડા ભરીને આવી રહેલી ગાડી ના ચાલકે સ્ટેરીંગ પરનોકાબૂ ગુમાવતા ગાડી પલટી મારી ગઈ હતી. રાજસ્થાન બાજુથી માર્કેટમાં એરંડા વેચાણ કરવા આવતાંસર્જાયો અકસ્માત. અકસ્માત માં મુત્યુ પામેલા ને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટનાને પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામ પોલીસ પહોંચી ઘટના સ્થળે.