કેશોદ તાલુકામાં મગફળીનો પાક તૈયાર થવાની શરૂઆત થતાની સાથે પરપ્રાંતીય મજુરો પરિવાર સાથે રોજીરોટી કમાવા ખેત મજુરી માટે કેશોદ તાલુકામાં મોટી સંખ્યામાં આવે છે. કોઈ મજુરો ગામ આજુબાજુના વિસ્તારમાં તો કોઈ મજુરો ખેડુતોની વાડીએ રહેણાંક બનાવી ખેત મજુરી કામ કરે છે. કમોસમી વરસાદના કારણે આ વર્ષે ખેત મજુરી કરવા આવેલા ખેત મજુરોની ભારે ખેંસ જોવા મળી હતી. ત્રણસો રૂપીયાથી ચારસો રૂપીયા સુધીના મજુરીના ભાવ મજુરોને મળ્યા હતા. હાલમાં મગફળીની સીઝન પુર્ણતાના તરફ હોય ત્યારે મોટા ભાગના પરપ્રાંતીય ખેત મજુરો પોતાના વતન પરત જવા રવાના થઈ રહ્યા છે ત્યારે પરપ્રાંતીય મજુરોની બસ સ્ટેશનમાં ભીડ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે મગફળીના પાક તૈયાર થવા સમયે પરપ્રાંતીય મજુરો ખેત મજુરી કરવા આવે છે. એકાદ મહીનાના રોકાણ બાદ ખેતીની સીઝન પુર્ણ થતા પરપ્રાંતીય મજુરો પોતાના વતન તરફ જવા રવાના થયા છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -