સુરત ચોક બજાર ખાતે આવેલા ઇતિહાસીક કિલ્લા જોવાની ટીકીટ દિલ્હીના લાલ કિલ્લા કરતા પર મોંઘી,આગામી વર્ષ માટે ટિકિટના દર 100 રૂપિયા નક્કી કરાયા ચોકના ઐતિહાસિક કિલ્લાનું રિડેવલપમેન્ટઅને રિસ્ટોરેશન 150 કરોડથી વધુના ખર્ચ સાથે પૂર્ણતાની આરે છે. કામગીરી પૂર્ણ થયા બાદ બાકીનીગેલેરીઓ પણ મુલાકાતીઓ માટે શરૂ કરવામાં આવનાર છે ત્યારે મુલાકાતીઓ માટેના રિવાઇઝ્ડ દરપ્રથમ વર્ષે (31-3-23) સુધી એ1, એ2, એ3 બિલ્ડીંગની મુલાકાત માટે પ્રવર્તમાન ટિકિટના દર 3થી 16 વર્ષસુધીના બાળકો માટે રૂા.20, 16થી 60 વર્ષ સુધીના માટે રૂા.40 અને સિનિયર સિટીઝન માટે રૂા. 20 નક્કી કરાયા છે
બીજીતરફ દેશના 3 મહત્ત્વના સ્થળોમાં તાજમહાલ માટે 40, લાલકિલ્લા માટે 35 તથાઆગ્રાફોર્ટ જોવાના દર 25 રૂપિયા જ છે. સંરક્ષણ કાર્ય પૂર્ણ થયા બાદ કિલ્લાની સંપૂર્ણ મુલાકાત માટે (1-4-2023થી 31-3-2026 સુધી) 3થી 16 વર્ષના બાળકો-સિનિયર સિટીઝનોના રૂા.50, 16થી 60 વર્ષ માટેરૂા.100 અને વિદેશી મુલાકાતી માટે રૂા.500 ટિકિટના દર નક્કી કરાયા છે. ફોટોગ્રાફી માટે 20 અને વીડિયોગ્રાફી માટે 100 વસૂલાશે.