રાજ્યમાં વરસાદના કારણે કેટલીય નદીઓ ગાંડીતૂર બની ગઈ છે. વિવિધ ડેમ છલોછલ થઇ ગયા છે અને રસ્તાઓમાં પણ પાણી ભરાઈ રહ્યા છે ત્યારે દ્વારકાથી અત્યંત ડરામણા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જ્યાં પાણીના ધસમસતા પ્રવાહમાં ત્રણ યુવાનો તણાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે.
(File Pic)
ભારે વરસાદના કારણે જિલ્લાના મોટાભાગના નદીનાળાઓ છલકાયા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના હડમતીયની ભંગ નદીમા ત્રણ લોકો તણાયા હતા. નદી ગાંડીતૂર થતા કોઝવે પરથી પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો હતો. જેમાં હાથ પકડીને રસ્તો પાર કરી રહેલા યુવકો જોતજોતામાં તણાઈ ગયા હતા.
(File Pic)
સ્થાનિકો દ્વારા એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે 2 લોકોની શોધખોળ હાથ ધરાઈ હતી. આ ઘટનાના લાઈવ દ્રશ્યો સ્થાનિકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા.
https://twitter.com/TheSquirrelin/status/1294613444092555265?s=20
ઘટનાની જાણ તંત્રને કરવામાં આવતા રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળે પહોંચી બંને યુવાનોની શોધખોળ શરુ કરી હતી. કલાકોની ભારે જહેમત બાદ બંને લોકોના મૃતદેહ ભોગાતના ખડા વિસ્તારમાંથી મળી આવ્યા હતા. આ બનાવના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.