ફિઝિયોલોજી અને મેડિસિન 2020નું નોબલ પ્રાઇઝ હાર્વે અલ્ટર, માઇકલ હોફટન અને ચાર્લ્સ રાઇસને આપવામાં આવશે. આ પુરસ્કાર તેમને હિપેટાઇટિસ સી વાયરસની શોધમાં યોગદાન કરવા બદલ આપવામાં આવશે.. અલ્ટર અને ચાર્લ્સ અમેરિકાના નિવાસી છે તો માઇકલ હોફટન બ્રિટનના નિવાસી છે.
આ ત્રણેય વૈજ્ઞાનિકોએ મૌલિક શોધ દ્વારા એક નોવેલ વાયરસ, હિપેટાઇટિસ સીની ઓળખ કરી હતી. પુરસ્કાર આપનાર સંસ્થાનું કહેવું છે કે આ વર્ષનો નોબલ પુરસ્કાર એ ત્રણ વૈજ્ઞાનિકોને આપવામાં આવશે જેમણે રક્ત-જનિત હિપેટાઇટિસ વિરુદ્ધ લડાઈમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. આ એક પ્રમુખ વૈશ્વિક સ્વાસ્થ્ય સમસ્યા છે.
આ કારણે દુનિયાભરના લોકોમાં સિરોસિર અને યકૃત કેન્સરના રોગ થાય છે. આ વૈજ્ઞાનિકોને આશરે 11 લાખ 20 હજાર ડોલરની ધનરાશિ આપવામાં આવશે. નોબલ પુરસ્કાર આપનાર સંસ્થાએ કહ્યું કે, આ વર્ષે પુરસ્કાર લોહીમાં પેદા થતા હેપટાઇટિસની લડાઈમાં યોગદાન આપવા માટે ત્રણેય વૈજ્ઞાનિકોને આપવામાં આવ્યો છે. સંસ્થાએ કહ્યું કે, આ હેપટાઇટિસથી વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકોને સિરોસિસ અને લીવર કેન્સર થાય છે. ત્રણેય વૈજ્ઞાનિકોએ એક નોવલ વાયરસની શોધમાં મૂળભૂત શોધ કરી જેમાં હેપટાઇટિસ સીની ઓળખ થઈ શકી.