રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ આજથી તમામ મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂંક શરૂ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત હાલ ત્રણ મહાનગરોમાં હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે. જે અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા મેયર તરીકે કેયુર રોકડિયા અને ડેપ્યુટી મેયર તરીકે નંદા જોશીના નામ પર મહોર વાગી છે.
આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ડૉ. હિતેન્દ્ર પટેલની ભાજપ મોવડી મંડળે વરણી કરી છે. જ્યારે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે કીર્તિબેન દાણીધારીયાની વરણી થઇ છે આ સાથે ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ધીરુભાઈ ધામેલીયાના નામ પર મહોર વાગી છે.
આ સાથે અમદાવાદમાં પણ નવા મેયર તરીકે કીરિટ પરમારના નામની જાહેરાત કરવામાં આવી હતી. મહત્વનું છે કે, ચૂંટણીના પરિણામ જાહેર થયા પછી છેલ્લા કેટલાક દિવસોથી મેયર સહિતના હોદ્દા પર કોણ બેસશે તે માટે અનેક મુદ્દે નામોની અટકળો ચાલી રહી હતી. જે અટકળો પર આજે પૂર્ણવિરામ મુકાયુ છે.