હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સોમવાર સુધી ચોમાસું સુરત સુધી પહોંચી ગયું છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ગુજરાતના 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ત્રણ ઇંચ જેટલો વરસાદ અરવલ્લી જિલ્લાના ધનસુરામાં પડ્યો છે. બીજી તરફ ડીસાના એક ગામ ખાતે વરસાદ સાથે માછલીઓનો વરસાદ થતાં કુતૂહલ સર્જાયું છે.
મંગળવારે સવારે છ વાગ્યા પૂર્ણ થતા 24 કલાક દરમિયાન રાજ્યના 111 તાલુકામાં વરસાદ (Gujarat monsoon 2022) નોંધાયો છે. જેમાં સૌથી વધારે 70 MM વરસાદ ધનસુરા (Dhansura Rain)માં નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાત તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. 18 તાલુકા એવા છે જ્યાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.