આપણા દેશમાં વંદે ભારત એક્સપ્રેસ જેવી સેમી-હાઈ સ્પીડ ટ્રેન બાદ હવે ટૂંક સમયમાં જ બુલેટ ટ્રેન પણ દોડવા લાગશે. પરંતુ શું તમે જાણો છો કે આપણા દેશમાં એક એવી પણ ટ્રેન છે જે એક કલાકમાં માત્ર 9થી 10 કિલોમીટરનું જ અંતર કાપે છે. આ ટ્રેન સાયકલ કરતા પણ ધીમે ચાલે છે. આ ટ્રેનને ભારતની સૌથી ધીમી ટ્રેન તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો જાણીએ આ ટ્રેન વિશે…
જાણો શું છે સૌથી ધીમી ચાલતી ટ્રેનનું નામ?
જો વાત કરીએ ભારતની સૌથી ધીમી ચાલતી ટ્રેનનું નામ શું છે તો તમને જણાવી દઈએ કે આ ટ્રેનનું નામ ‘મેટ્ટુપાલયમ ઉટી નીલગીરી પેસેન્જર ટ્રેન’ (નીલગીરી માઉન્ટેન ટ્રેન/રેલવે) છે. કહેવાય છે કે આ ટ્રેન આજથી નહીં પણ ઘણા વર્ષોથી આ રીતે જ ચાલી રહી છે. આ ટ્રેન એટલી ધીમી ચાલે છે કે આ ટ્રેનનું નામ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં પણ સામેલ છે. કહેવાય છે કે ધીમી ચાલ્યા પછી પણ લોકોની વચ્ચે આ ટ્રેન આકર્ષણનું કેન્દ્ર છે.
આ ટ્રેનનો રૂટ શું છે?
તમને જણાવી દઈએ કે આ ટ્રેન તમિલનાડુના ઉટીમાં ચાલે છે અને આ એક ટોય ટ્રેન છે. કહેવાય છે કે વરાળથી ચાલતી આ ટ્રેન સુંદર ખીણો, ઊંચા પહાડો અને ગાઢ જંગલોની વચ્ચેથી પસાર થાય છે. આ ટ્રેન મેટ્ટુપાલયમ અને ઉટીની વચ્ચે ચાલે છે અને વચ્ચે ઘણા સ્ટેશનો પર પણ રોકાય છે.
ટ્રેનની સ્પીડ કેટલી છે?
જો મેટ્ટુપલાયમ ઉટી નીલગીરી પેસેન્જર ટ્રેનની સ્પીડ વિશે વાત કરીએ તો એવું કહેવાય છે કે આ ટ્રેન 46 કિલોમીટરનું અંતર લગભગ 5 કલાકમાં કાપે છે. ઘણા લોકોનું માનવું છે કે આ ટ્રેન 10 કિલોમીટર પ્રતિ કલાકથી પણ ઓછી ઝડપે ચાલે છે. ઘણા લોકોનું માનવું છે કે કેટલીકવાર 46 કિમીનું અંતર કાપવામાં 6-7 કલાક પણ લાગી જાય છે, કારણ કે તે વચ્ચે-વચ્ચે ઊભી રહે છે.
કોણે બનાવડાવી હતી આ ટ્રેન?
કહેવાય છે કે નીલગીરી માઉન્ટેન રેલવેનું નિર્માણ અંગ્રેજો દ્વારા કરવામાં આવ્યું હતું. બ્રિટિશકાળમાં અંગ્રેજો વધારે આ ટ્રેનમાં બેસીને સુંદર ખીણોને જોવા માટે નીકળતા હતા. કહેવાય છે કે તે સમયે પણ આ ટ્રેન વરાળથી જ ચાલતી હતી અને અત્યારે પણ વરાળથી ચાલે છે. કહેવાય છે કે આ ટ્રેનના કોચ લાકડાના બનેલા છે અને બહાર જોવા માટે બારીઓ લાગેલી છે.
The post આ છે ભારતની સૌથી ધીમી ટ્રેન, 1 કલાકમાં કાપે છે માત્ર આટલા કિલોમીટ appeared first on The Squirrel.